Connect Gujarat

ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની જોડીએ કરી બતાવ્યુ કમાલ; સ્પષ્ટ બહુમતી મેળવી કોંગ્રેસ અને આપને આપ્યો ઝટકો

સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો

ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની જોડીએ કરી બતાવ્યુ કમાલ; સ્પષ્ટ બહુમતી મેળવી કોંગ્રેસ અને આપને આપ્યો ઝટકો
X

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.

વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2010માં અસ્તિત્વમાં આવી હતી અને 2011ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીત્યો નહોતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી 2016માં યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શક્યો. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે.

સવારે 9 વાગ્યાથી ગાંધીનગર કોર્પોરેશનની 44 બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ છે. 11 વોર્ડ વાળી મનપાના 5 વોર્ડના પરિણામ સામે આવી ગયા છે. જેમાં 20માંથી 19 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે માત્ર એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. તો હજુ સુધી આમ આદમી પાર્ટી ખાતું ખોલી શકી નથી. ગાંધીનગર મનપામાં બહુમતી માટે 23 બેઠકો જોઇએ, ત્યારે અત્યારે ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો છે. હવે બહુમતી માટે વધુ 4 બેઠકો જરૂરી છે.

Next Story
Share it