Connect Gujarat
અમદાવાદ 

સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક,ગ્રેડ પે સહિતના મુદ્દે થઈ શકે છે ચર્ચા

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાવાની છે

સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક,ગ્રેડ પે સહિતના મુદ્દે થઈ શકે છે ચર્ચા
X

રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ગ્રેડ પે મામલે ચર્ચા થઈ શકે છે. તે ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ કેસ, હાલ ચાલી રહેલા વેક્સિનેશન તથા 18 વર્ષથી નીચેના બાળકોને વેક્સિનેશન ની તૈયારી સંદર્ભે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થાય તેવી શક્યતા છે.આ બેઠકમાં બીજી તરફ ધોરણ1થી5ની સ્કૂલો શરૂ કરવાની વિચારણા પણ થઈ શકે છે.મગફળી ખરીદી અને વીજળીના મુદ્દે ચર્ચા થશે આગામી દિવસોમાં મગફળી ખરીદી, ખેડૂતોને રાહત સહાય સહિતના મુદ્દા પર પણ બેઠકમાં વાત થશે. રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળી અને વીજળી સંકટ સંદર્ભે પણ મુખ્યમંત્રી સમીક્ષા કરશે. ત્યારે રાજ્ય સરકારની હાલ ચાલી રહેલી યોજના અને નવી યોજનાઓના અમલીકરણ તથા નીતિવિષયક બાબતો પર ચર્ચા બેઠકમાં મહત્વની રહી શકે એમ છે. વીજળીને લઈને પણ રાજ્યમાં ખેડૂતોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.રાજ્ય સરકાર સામે સૌથી મોટો પડકાર પોલીસ આંદોલન નો છે ત્યારે ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને ઉભા થયેલા આંદોલનના પગલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગ્રેડ-પે અંગે ચર્ચા થઈ હતી. તેમજ પોલીસ પરિવાર પોતાની માંગ રજૂ કરી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેમની રજૂઆત સાંભળી હતી. તેમજ આ અંગે વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની પણ બાંહેધરી આપી હતી.

Next Story