Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં ડિફોલ્ટર્સને ત્યાં ઝુંબેશ, 23 દિવસમાં ૬૯૯૪ કોમર્શિયલ મિલકત સીલ કરાઇ

એકમાત્ર સ્રોત એવા પ્રોપર્ટી ટેક્સમાં વધુ આવક મેળવવા માટે અત્યાર સુધીની સૌથી લાંબી એવી ત્રણ મહિનાની ‌રિબેટ યોજના અમલમાં મુકાઈ છે.

અમદાવાદમાં ડિફોલ્ટર્સને ત્યાં ઝુંબેશ, 23 દિવસમાં ૬૯૯૪ કોમર્શિયલ મિલકત સીલ કરાઇ
X

અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવકના એકમાત્ર સ્રોત એવા પ્રોપર્ટી ટેક્સમાં વધુ આવક મેળવવા માટે અત્યાર સુધીની સૌથી લાંબી એવી ત્રણ મહિનાની ‌રિબેટ યોજના અમલમાં મુકાઈ છે. એક તરફ વધુ કરદાતાઓ તેમનો બાકી ટેક્સ ભરી જાય તે માટે ખાસ ‌રિબેટ યોજના છે તો બીજી તરફ ગત તા. ૧ ફેબ્રુઆરીથી સત્તાવાળાઓએ ટેક્સ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે. રૂ.એક લાખ કે તેથી વધુ ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તાળાં મારીને કાયદાના સાણસામાં લઈ રહ્યા છે.

અમદાવાદ શહેરના સાત ઝોનમાં સીલિંગ ઝુંબેશ ચાલુ છે, જોકે બોડકદેવ, ગોતા, થલતેજ જેવા પોશ વિસ્તાર ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની કામગીરી નબળી હોવાનું જાણવા મળ્યું છે.મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ગત તા. ૧ ફેબ્રુઆરીથી હાથ ધરાયેલી બાકી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ ગઈ કાલ તા. ર૩ ફેબ્રુઆરી સુધીમાં જે તે ઝોનમાં લગાવાયેલા સીલની વિગત તપાસતાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ૬૭૦ મિલકતને તાળાં મરાયાં છે. આ ઝોનમાં અગમ્ય કારણસર સ્થાનિક ટેક્સ વિભાગ દ્વારા ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી કરાઈ નથી.

છેલ્લા ર૩ દિવસ પૈકી ચાર દિવસ એક પણ મિલકતને સીલ કરાઈ નહોતી. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રોજની સરેરાશ ૩૦ મિલકતને સીલ કરાતી હોઈ આ બાબત ચર્ચાસ્પદ બની છે. સીલિંગ ઝુંબેશથી ડિફોલ્ટર્સ પાસેથી રૂ. પપ.૯પ લાખ વસૂલાયા તંત્રે મધ્ય ઝોનમાંથી સૌથી વધુ રૂ. ૧૭.પ૬ લાખ, ઉત્તર ઝોનમાંથી રૂ. ૧પ લાખ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ. ૮.૯૪ લાખ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રૂ.પ.પ૮ લાખ, પૂર્વ ઝોનમાંથી રૂ. પ.૩૪ લાખ, પશ્ચિમ ઝોનમાંથી રૂ. ર.૩૯ લાખ અને દક્ષિણ ઝોનમાંથી રૂ. ૧.૧૪ લાખ મળીને ગઇ કાલના એક જ દિવસમાં સીલિંગ ઝુંબેશ અન્વયે ડિફોલ્ટર્સ પાસેથી રૂ. પપ.૯પ લાખની વસૂલાત કરી હતી.

Next Story