ગાંધીનગર સામ્રાજ્ય ફાર્મમાં થયેલા ખૂનીખેલનો મુખ્ય આરોપી ગાંધીનગર પોલીસના હાથમાં આવી ગયો છે. જયદીપસિંહ ગોહિલ જે લોનાવાલા ભાગી ગયો હતો પોલીસને બાતમી મળતા તેના પકડી પાડવામાં આવ્યો છે. જયદીપસિંહ ગોહિલ સામ્રાજ્ય ફાર્મના માલિક પ્રવીણ મણિયાની ગોળી મારી ત્યાં કરી હતી. તે જયદીપસિંહ તેની પ્રેમિકાને લઈને લોનાવાલા ભાગી ગયો હતો જ્યાંથી પોલીસે ઝડપી પાડ્યો છે.
ગુજરાતના ચકચારી હત્યાકાંડ પ્રવીણ મણિયા હત્યા કેસમાં આખરે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ અને તેને દબોચી લીધા હતા. ગાંધીનગર પોલીસ આરોપીને શોધવા માટે એડીચોટીનું જોર લગાવી રહી હતી. ત્યારે ગાંધીનગર LCB ને બાતમી મળી કે જયદીપસિંહ ગોહિલ લોનાવાલા તેની પ્રેમિકા સાથે ભાગી ગયો છે. પોલીસે લોનાવાલા પોહચી તેને ઝડપી લેવામાં આવ્યો છે અને બન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. ફાર્મ હાઉસમાં યોજાયેલ દારૂની મહેફિલ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા પ્રવીણ મણિયાને છાતીના ભાગે ગોળી મારી હત્યા કરી નાખી હતી. મણિયાની હત્યા બાદ આરોપી જયદીપસિંહ ગોહિલ પોતાની 21 વર્ષીય પ્રેમિકા ના લઈને મહારાષ્ટ્ર રગરલિયા કરવા જતો રહ્યો હતો ત્યાં રિસોર્ટમાં રોકાયા હતા જે બાબતે પોલીસને પાકી બાતમી માલ્ટા ત્યાં રિસોર્ટ માંથી જયદીપસિંહ ને તેની પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/07/26/conn-2025-07-26-22-31-26.jpg)