Connect Gujarat
અમદાવાદ 

ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે પોસ્ટ કરતા પહેલા ચેતી જજો, ગુજરાત સાયબર સેલ સક્રિય વોટ્સઅપ નંબર જાહેર કર્યો,જાણો સંપૂર્ણ વિગત

જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ સાયબર ગુન્હાઓ પણ વધી રહ્યા છે. જેમકે હેકિંગ, સાયબર એટેક, અને સાયબર ફ્રોડ જેવા સાયબર ક્રાઈમ નું પ્રમાણ સતત વધી રહ્યું છે.

ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે પોસ્ટ કરતા પહેલા ચેતી જજો, ગુજરાત સાયબર સેલ સક્રિય વોટ્સઅપ નંબર જાહેર કર્યો,જાણો સંપૂર્ણ વિગત
X

જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ સાયબર ગુન્હાઓ પણ વધી રહ્યા છે. જેમકે હેકિંગ, સાયબર એટેક, અને સાયબર ફ્રોડ જેવા સાયબર ક્રાઈમ નું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ સાથે સૌથી મોટી ચિંતાનો વિષય છે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટીપ્પણી કરી કોઈ સમાજ કે ધર્મ કે વ્યક્તિને ટાર્ગેટ કરી હિંસા ભડકાવી. ત્યારે ગુજરાત સાયબર સેલ હવે સક્રિય થયું છે. અને સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી પર કાર્યવાહી કરવાનો આદેશ આપતા 6359627142 વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મ કે જાતિ વિરુદ્ધ પોસ્ટ મુદ્દે વોટ્સએપ પર માહિતી આપી શકે છે તેવુ સૂચિત પણ કરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ તથા ઓનલાઇન બેન્કિંગ નું ચલણ વધી રહ્યું છે. તો દરરોજ સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલી ઘટનાઓ પણ ઘટી રહી છે. જો કે, જ્યારે આપણી સાથે ક્યારેય આવું બને છે, તો જાણકારી ના અભાવે આપણે છેતરપિંડી કરતા લોકો વિરુદ્ધ એક્શન લઈ શકતા નથી. ત્યારે આવા સમયે અમુક એવી રીત છે, જેમાં આપ મીનિટોમાં ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે સૌથી પહેલા સાઈબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. તેના માટે સત્તાવાર પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જવાનું રહેશે.જેવું કોઈની સાથે સાયબર ફ્રોડ થયો છે, તો 1930 નંબર પર ફોન લગાવો, તો આપની સાથે જે ફ્રોડ થયું છે, તેના વિશે માહિતી લેવામાં આવશે. જેમ કે, ક્યાં અકાઉન્ટમાંથી રકમ કપાઈ છે, ફ્રોડ કેવી રીતે થયું. કેટલી રકમ કપાઈ, ત્યાંથી તેની તપાસ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. આમ આવી રીતે આપની રકમ આપી આવી શકે છે. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.

Next Story