Connect Gujarat
અમદાવાદ 

રાજ્ય સરકારનો રાત્રી કરફ્યુને લઈને મહત્વનો નિર્ણય; જાણો વિગતો

રાજ્યમાં સરકારે ફરીવાર રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે મુદ્દત પૂરી થવાના 2 દિવસ બાકી છે

રાજ્ય સરકારનો રાત્રી કરફ્યુને લઈને મહત્વનો નિર્ણય; જાણો વિગતો
X

રાજ્યમાં સરકારે ફરીવાર રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે મુદ્દત પૂરી થવાના 2 દિવસ બાકી છે ત્યારે વધુ એક મહિના માટે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યું છે. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.

અગાઉ 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ હતું. અગાઉ ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે 10 ઓક્ટોબર સુધી રાજ્યનાં આઠ શહેરમાં રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજા નોરતે નવું જાહેરનામું આવ્યું છે, જેમાં નવરાત્રિ દરમિયાન ગરબાનો સમયમાં કોઈ વધારો કે ઘટાડો કરાયો નથી.

અગાઉ આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત 25મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ત્યારે ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાનાં આયોજનો માટે નવી ગાઈડલાઈન્સ સાથે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતો, જેમાં રાજ્યનાં 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં 26 સપ્ટેમ્બરથી રાત્રિના 12 વાગ્યાથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં મૂક્યો હતો.

26 સપ્ટેમ્બરથી રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો કરીને રાત્રિના 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયું હતું. રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવાં આયોજનો 400 વ્યક્તિની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇપણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી.

Next Story
Share it