કિશન ભરવાડ હત્યા કેસ : વાંચો જમાલપુરની મસ્જિદમાંથી પોલીસને શું મળ્યું

New Update

કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. અમદાવાદ જમાલપુર મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા છે. કિશન ભરવાડ ની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

Advertisment

વર્ષ 2002માં મૌલાના ઐયુબ ઉપર ગાંધીનગરમાં હુમલો થયો હતો અને તેનો બદલો લેવા તેણે આવું કર્યું હોવાની આશંકા છે. મહત્વ નું છે કે, મૌલાના ઐયુબ દ્વારા એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે.જઝબાતે શહાદત નામનું આ પુસ્તક પણ શંકાના ઘેરામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં આ પુસ્તકનું વિમોચન થયું હતું. વિમોચનમાં ઉસ્માની અને શબ્બીર પણ હાજર હતા. હવે ગુજરાત એટીએસ આ પુસ્તકને લઈને તપાસ કરી રહી છે કે પુસ્તકમાં શું લખ્યું છે, કોઈ વિવાદિત લખાણ છે કે કેમ.

બીજી તરફ કિશન મર્ડર કેસના આરોપી એવા મૌલાના ઐયુબ ઘર નજીકના મદરેસામાંથી એક એર ગન અને ધાર્મિક પુસ્તક મળી આવ્યા છે મૌલાના ઐયુબ ઇસ્લામ વિરોધી નિવેદન કરતા લોકો વિરુદ્ધ કામ કરતો હોવાનું ખુલ્યુ છે. શબ્બીર પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવે છે. જેથી ઘટનાના પાંચ દિવસ પહેલા શબ્બીર જમાલપુરના મૌલાના ઐયુબને મળવા ગયો અને કિશનની હત્યા કરવાની વાત કરી હતી. મૌલાનાએ પિસ્તોલ અને પાંચ કાર્ટુસ શબ્બીરને આપ્યા. હથિયાર લીધા બાદ શબ્બીર અને ઈમ્તિયાજે સતત ચાર દિવસ કિશનની રેકી કરી અને ત્યાર બાદ તેની હત્યા કરી દીધી હતી.

Advertisment