Connect Gujarat
અમદાવાદ 

લઠ્ઠાકાંડ: કેમિકલની સપ્લાય કરનાર કંપનીના સત્તાધીશોને પોલીસે પાઠવ્યું સમન્સ, પોલીસસમક્ષ હાજર થવા આદેશ

બોટાદના બરવાળા માં ઝેરી કેમિકલ કાંડ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એમોજ કંપનીના ચારેય સંચાલકોને પોલીસ નું સમન્સ અપાયુ છે.

લઠ્ઠાકાંડ: કેમિકલની સપ્લાય કરનાર કંપનીના સત્તાધીશોને પોલીસે પાઠવ્યું સમન્સ, પોલીસસમક્ષ હાજર થવા આદેશ
X

બોટાદના બરવાળા લઠ્ઠાકાંડમાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે જ્યાંથી આ કેમિકલ સપ્લાઈ થયું હતું તે એમોજ કંપનીના ડિરેક્ટર સામે પોલીસે સકંજો કસાયો છે અને તમામ લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે.. બોટાદના બરવાળા માં ઝેરી કેમિકલ કાંડ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એમોજ કંપનીના ચારેય સંચાલકોને પોલીસ નું સમન્સ અપાયુ છે. ચારેયને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ અપાયુ છે. પંકજ પટેલ, તથા રજિત ચોક્સી, ચંદુ પટેલને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા આદેશ અપાયા છે.

અને ચારેની તપાસ આઇપીએસ નિર્લિપ્ત રાય કરશે આ કંપની સમીર પટેલ ચલાવે છે અને કહેવાય છે કે તેમની રાજકીય વગ મજબૂત છે રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સંબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે.સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પીપળામાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે.આ કેમિકલ કંપની સરકારી નિયમો ઘોળીને પી રહી છે

Next Story