Connect Gujarat
અમદાવાદ 

રાજ્યના નવ નિયુક્ત સીએમ ભુપેન્દ્ર પટેલે કરી ડે.સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત

X

રાજ્યના નવ નિયુક્ત સીએમ ભુપેન્દ્ર પટેલ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને ડે સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી મુલાકાત બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છેભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના મિત્ર છે. જેથી મારી નારાજગી ની વાત ખોટી છે. સાથે જ નીતિન પટેલે કહ્યું કે પાર્ટીએ મને જવાબદારી આપીને મોટો કર્યો છે. જેથી પાર્ટી પ્રત્યે પણ મારી કોઈ નારાજગી નથી.

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે નીતિન પટેલના ઘરે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. અહીં તેમણે નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી અને તે સંકેત આપવાનો પ્રાયસ કર્યો હતો કે તેમની વચ્ચે કોઈ નારાજગી નથી નીતિન પટેલે કહ્યું હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તે મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપશે.અમે બને પાર્ટીના કાર્યકર્તાઓ છે અને પાર્ટીના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરતા રહીશું

Next Story