Connect Gujarat
અમદાવાદ 

હવે, અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા ઘટશે, ઉત્તર ઝોનમાં પે એન્ડ પાર્ક ઊભા કરાશે...

અમદાવાદમાં ઉત્તર ઝોનમાં વાહન ચાલકોને રાહત મળી રહે તે માટે ઉત્તર ઝોનમાં 9 જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભા કરવામાં આવશે

હવે, અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા ઘટશે, ઉત્તર ઝોનમાં પે એન્ડ પાર્ક ઊભા કરાશે...
X

અમદાવાદમાં ઉત્તર ઝોનમાં વાહન ચાલકોને રાહત મળી રહે તે માટે ઉત્તર ઝોનમાં 9 જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભા કરવામાં આવશે, ત્યારે બાપુનગર ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક ઉભું કરવામાં આવશે. તેમજ નરોડા રેલ્વે સ્ટેશન ઓવરબ્રિજની નીચે પણ પે એન્ડ પાર્ક ઉભું કરવામાં આવશે. જેમાં 6 ઓન સ્ટ્રીટ, 1 ઓફ સ્ટ્રીટ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરાશે. તેમજ 1337 ટુ વ્હીલર અને 485 ફોર વ્હીલર પાર્કિંગ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ આ સ્માર્ટ સિટીમાં સૌથી વધુ સમસ્યા ટ્રાફિકની છે. કારણ કે, લોકો પાર્કિંગની વ્યવસ્થાના અભાવે મન પડે ત્યાં પાર્કિંગ કરીને જતા રહે છે. જેથી પાર્કિંગ માટે ખાસ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થાઓ કરાઈ છે. એક વર્ષ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી અમલમાં લાવવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં બહારગામથી વાહન લઈ આવતા લોકોને હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ નજીક જ પાર્કિંગ અને રાઈડની સુવિધા આપવામાં આવશે. જેમાં નજીકના પાર્કિંગ સ્થળો પર વાહન પાર્ક કરી ચાલક અમદાવાદ મનપાએ ઊભી કરેલી સુવિધા મુજબ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. આવા પાર્ક એન્ડ રાઈડની જગ્યાએ ઈ-બાઈક, સાયકલ, સટલ સર્વિસ, તેમજ અન્ય સુવિધા ઊભી કરી મુસાફરી આસાન બનાવવામાં આવશે, જેથી શહેરમાં પ્રાઇવેટ વાહન રસ્તા પર ઓછા દેખાવા મળશે.

Next Story