Connect Gujarat
અમદાવાદ 

યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું વારંવાર દુષ્કર્મ,જાણો શું છે સમગ્ર મામલો..?

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે

યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું વારંવાર દુષ્કર્મ,જાણો શું છે સમગ્ર મામલો..?
X

અમદાવાદમાં દુષ્કર્મની ફરિયાદ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા થકી પરિણીતા અને યુવક પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે નો પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. દરમિયાન યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની રાવ ઉઠી છે. જોકે આરોપી યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા યુવકને સેટેલાઇટ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે વર્ષ 2019 મા પરિચય થયો હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબંધ થયો હતો. ત્યારબાદ આરોપી યુવકે પરિણીતાને મળવા બોલાવી હતી. જ્યાં મુલાકાત બાદ આરોપી અવારનવાર સેટેલાઈટ વિસ્તારમાં પરિણીતાના ઘરે મળવા જતો હતો. બંને વચ્ચેના પ્રેમ સંબંધોને લઈને યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપી હતી અને પરિણીતાના પતિ નોકરી પર હોય ત્યારે પરિણીતા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. એટલું જ નહીં શારીરિક સંબંધના નામે અવારનવાર ફોન કરીને આરોપી ભાવિન પરિણીતાને હેરાન પણ કરતો હતો. પરિણીતાને પોતાની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. આ દરમિયાન લગ્નની વાત નું બહાનું આગળ ધરી આરોપીએ ફરીવાર યુવતીને મળવા બોલાવી હતી. જેથી પરિણીતા આરોપીને મળવા પહોંચી હતી. જ્યાં યુવકે ફરી પરિણીતા પાસે થી શારીરિક સંબંધની માંગણી કરતાં મહિલાએ મનાઈ કરી દીધી હતી. આથી આરોપીને બંને વચ્ચેના સંબંધની પરિણીતાના પતિને જાણ કરી ભાંડો ફોડવાની ધમકી આપી હતી અને ત્યાં પરિણીતા સાથે કુકર્મ આચર્યું હતું. આરોપીએ પરિણીતાને હવસનો શિકાર બનાવી લીધા બાદ અંતે અન્ય યુવતી સાથે હાલમાં જ સગાઈ કરી લીધી હતી. જે બાબતની જાણ ભોગ બનનાર પરિણીતાને થતા તેણે પોતાના પતિને સમગ્ર હકીકત જણાવી હતી. બાદમાં યુવતીના પતિને આરોપીને ઘરે બોલવાનું કહેતા પરિણીતાએ આરોપીને પોતાના ઘરે બોલાવ્યો હતો અને પોલીસને ફોન કરી ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક દોડી જઈ યુવકની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story