Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : એલિસબ્રીજ વિસ્તારની પરિણીતા પર યુવકે કર્યું દુષ્કર્મ મિત્રે બનાવ્યો વિડિયો,જાણો સમગ્ર મામલો..?

શહેરમાં એલિસબ્રીજ વિસ્તારમાં પરિણીત મહિલાના ફોટા પતિ અને પરિવારને બતાવીને બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.

અમદાવાદ : એલિસબ્રીજ વિસ્તારની પરિણીતા પર યુવકે કર્યું દુષ્કર્મ મિત્રે બનાવ્યો વિડિયો,જાણો સમગ્ર મામલો..?
X

શહેરમાં એલિસબ્રીજ વિસ્તારમાં પરિણીત મહિલાના ફોટા પતિ અને પરિવારને બતાવીને બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.એટલું જ નહીં પરિણીતાનો આરોપ છે કે આરોપીના મિત્રોએ હોટલની બારીમાંથી તેનો વીડિયો પણ બનાવ્યો છે.

ફરિયાદી મહિલાને રૂપિયાની જરૂર હોવાથી તેણે આરોપી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. ત્યારથી બંને સંપર્કમાં આવ્યા હતા. જે રૂપિયા તેણે ટુકડે-ટુકડે પરત પણ કરી દીધા હતા.જો કે 8 જૂનના દિવસે આરોપીને પોલીસ પકડી ગયેલ હોવાથી તેનો મિત્ર ફરિયાદ યુવતીના ઘરે ગયો હતો. અને રૂપિયા 15 હજાર મંગાવ્યો હોવાનું કહ્યું હતું. જોકે યુવતી પાસે રૂપિયા 9 હજાર પડ્યા હોવાથી તે લઈને તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને આરોપીની માતાને મળીને રૂપિયા 9 હજાર આપ્યા હતા. બાદમાં આરોપી પોલીસ સ્ટેશન બહાર આવતા આરોપી યુવતીને ઘરે નહીં જવાનું કહીને તેની સાથે લઈ ગયો હતો. અને બંને બીજે દિવસે લક્ઝરી બસમાં સ્લીપર કોચમાં બેસીને કચ્છ-ભૂજ જવા માટે નીકળ્યા હતા આ સમયે આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડી દીધી હતી. જો કે આરોપીએ તેણે ધમકી આપી હતી કે, તારા ફોટો મારા મોબાઇલ માં છે, જે તારા પતિ અને પરીવારને બતાવી તને બદનામ કરી નાંખીશ. આમ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેઓ બપોરના સમયે અમદાવાદ પરત આવવા માટે નીકળ્યા હતા જો કે યુવતીએ તેની માતાને જાણ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જે બાબતે જાણ પોલીસને કરતાં પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Next Story