Connect Gujarat
અમદાવાદ 

ઉત્તરપ્રદેશમાં ફરી "યોગીરાજ", પંજાબમાં કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી

આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે.

X

આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે.

ઉત્તર પ્રદેશ, ગોવા, મણીપુર, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભા ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયાં છે. આખા દેશની નજર ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીના પરિણામો ઉપર હતી. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે. ચાર રાજ્યોમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતો જણાઈ રહ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે. યુપીમાં સપાની બેઠકો વધી જરૂર છે પણ સત્તાથી દુર રહી ગઇ છે. ચાર રાજયોમાં મળેલાં ભવ્ય વિજયની અમદાવાદમાં કમલમ ખાતે ઉજવણી કરાય.

કમલમ ખાતે ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહિલા કાર્યકર્તાઓ ગરબે ઝુમ્યા હતાં અને ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી.. સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં વિજયના વધામણા લેવાયાં..ઢોલનગારાના નાદ સાથે ભાજપનો જયજયકાર કરવામાં આવ્યો.

Next Story