Connect Gujarat
ગુજરાત

એર ઈન્ડિયાની ફ્લાઈટ કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયી, ત્રિચી એરપોર્ટ ખાતે દુર્ઘટના થતાં ટળી

એર ઈન્ડિયાની ફ્લાઈટ કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયી, ત્રિચી એરપોર્ટ ખાતે દુર્ઘટના થતાં ટળી
X

એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કર્યા બાદ ફ્લાઈટનો નીચેનો ભાગ દિવાલ સાથે ભટકાયો, મુંબઈમાં કરાયું લેન્ડિંગ

એર ઈન્ડિયાની ફ્લાઈટને ત્રિચી એરપોર્ટથી ટેકઓફ કરતી વેળા દુર્ઘટના નડી હતી. જોકે સદભાગ્યે કોઈ મોટી હોનારત થઈ નથી. જેમાં ફ્લાઈટ રનવે પરથી ટેકઓફ કર્યા બાદ એરપોર્ટના કમ્પાઉન્ટની દિવાલ સાથે પ્લેનનાં વ્હીલ અથડાયા હતા. આ સમયે ફ્લાઈટમાં 136 મુસાફરો સવાર હતા. બાદમાં આ ફ્લાઈટને મુંબઈમાં સુરક્ષીત રીતે લેન્ડ કરવામાં આવી છે.

એર ઈન્ડિયાની આ ફ્લાઈટને મુંબઈમાં લેન્ડ થયા પછી એરપોર્ટ અધિકારીએ હાલની સ્થિતિ વિશે માહિતી આપી છે. પ્લેન સાથે થયેલા અકસ્માત પછી તેનો રુટ બદલીને મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું છે. જેથી ફ્લાઈટની યોગ્ય તપાસ કરી શકાય. સૂત્રોનું માનીએ તો આ ટક્કર પછી ફ્લાઈટના નીચેના ભાગને થોડું નુકસાન થયું છે. હકીકતમાં આ ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે ત્રિચી એરપોર્ટની દિવાલ સાથે અથડાયી હતી.

Next Story