/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/19181825/maxresdefault-273.jpg)
સમગ્ર ભારતભરમાં NRC અને CAAનો વિરોધ કરવામાં
આવી રહ્યો છે, ત્યારે આ મામલે અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરનું માર્કેટ ગણાતા એવા ભદ્ર કિલ્લો અને લાલ દરવાજા વિસ્તારમાં વેપારીઓએ દુકાન બંધ રાખી સજ્જડ બંધ રાખ્યું હતું.
ભારતભરમાં અનેક રાજ્યોમાં NRC અને CAAનો
વિરોધ નોંધાવવામાં આવી રહ્યો
છે. જામિયા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ કોંગ્રેસ અને બીજા પક્ષોના પણ નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં
આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ
ધીરે ધીરે વિરોધ અલગ અલગ રાજ્યોમાં પણ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદનું સૌથી મોટું માર્કેટ ગણાતા એવા શહેરના લાલ દરવાજા બાજુ સ્થાનિક વેપારીઓ દ્વારા
વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ અંગે કનેક્ટ ગુજરત સાથેની વાતચીતમાં વેપારીઓએ
જણાવ્યુ હતું કે, માત્ર આ એક ધર્મનિરપેક્ષતા
પૂર્ણ એક્ટ બનાવવામાં આવ્યો નથી, તે માટે અમે અમારો
વિરોધ યથાવત રાખીશું . પરંતુ જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા હસીના બેગમ
કે જે પાકિસ્તાનના છે, તેમને નાગરિકતા આપવામાં આવી હતી. હજુ પણ આ મામલે લોકોમાં એક્ટને લઈને પૂર્ણ
જાગૃતતા ન હોવાને કારણે પ્રદર્શનો
થઇ રહ્યા છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો
કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ ઓફિસરને ધક્કો મારવામાં આવતા સમગ્ર મામલાએ ઘર્ષણનું સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. જોકે
ત્યાર બાદ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.