6 કલાક સુધી ચાલતો મેકઅપ 30 સેકન્ડમાં થતો રિજેક્ટ, પછી બની આ ફિલ્મ

Update: 2018-07-06 11:47 GMT

સંજયદત્તનાં પાત્રમાં ફીટ બેસવા રણબીર કપુરને કરવી પડી આટલી મહેનત

બોલિવુડના દિગ્ગજ સ્ટાર સુનિલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્તના જીવનમાં થયેલા ઉતાર ચડાવની કહાની એટલે 'સંજુ'. ફિલ્મનાં ડાયરેક્ટર રાજકુમાર હિરાણી પાસે જ્યારે આ સ્ક્રિપ્ટ આવી ત્યારે સૌથી પહેલાં મૂંઝવણ તો એ જ હતી કે, કોણ સંજય દત્તની ભૂમિકા ભજવશે? એક વર્ષ પહેલાં રોલ બાબતે ચર્ચા ચાલી હતી. રાજકુમાર હિરાણીએ ઘણા મનોમંથન બાદ રણબીર કપૂરને મેસેજ કર્યો...અને કહ્યું કે તારી સાથે વાત કરવી છે.

રણબીરે સામો જવાબ આપ્યો...અને લખ્યું કે 'સંજય દત્તની બાયોપીક વિશે તો નઈ ને??' તો રાજકુમાર હિરાણીએ કહ્યું ...'હાં એજ'..બાદમાં બન્ને વચ્ચે મુલાકાત થઈ. રોલ નક્કિ થયો. પણ રણબીર કપૂર સંજયદત્તનાં પાત્રમાં સેટ થાય તેવું હજી મગદજમાં બેસતું નહોતું.

સંજયદત્ત જેવું દેખાવા માટે ફિઝિકલી મેચ થવું જરૂરી હતું. જો રણબીરનું બોડી મેચ ન થાય તો ફિલ્મ કેન્સલ થાય તેવી શક્યતા હતી. પછી રણબીરે સંજય દત્ત જેવું દેખાવા માટે ફિઝિકલી ચેલેન્જને સ્વીકારી અને તેના ઉપર કામ શરૂ કર્યું. જીમ અને ડાયેટ સાથે વજન વધારવાની શરૂઆત કરતાં તેમાં સફળતા સાંપડી.રણબીરને જીમ જવાની આદત ખૂબ ઓછી છે. તેના માટે જીમ જવું એ પણ એક મોટી ચેલેન્જ હતી. જે તેણે કરી બતાવ્યું.

સખત પરિશ્રમનાં અંતે બોડી મેચ થયા પછી એવું લાગ્યું કે હવે વાંધો નહીં આવે...ને રાજકુમાર હિરાણીએ કહ્યું 'પહેલું સ્ટેપ જીતી ગયા'. આનો મતલબ એવો નહોતો કે ફિલ્મ બનવા માટે રણબીર તૈયાર થઈ ગયો છે. કારણ કે જૂદી જૂદી ઉંમરનાં કેરેક્ટરમાં આ ફિલ્મને બનાવવાની હતી. હવે તેના મોઢાનો દેખાવ બદલવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી. જેથી તેનો ચહેરો સંજય દત્ત જેવો દેખાડવા માટે બનાવી શકાય.

પછી શરૂ થયું ચહેરાના મેકઅપનું કામ. મેકઅપમાં પણ ઘણા રિજેક્શન મળ્યા. કલાકોનાં કલાકો તેમાં ગયા. પણ મેકઅપ ટીમે તેમાં હાર ન માની. સતત 6 કલાક સુધી મેકઅપ ચાલતો. જેને માત્ર 30 સેકેન્ડમાં રિજેક્ટ કરી દેવામાં આવતો. અને છેલ્લે જે જેલમાંથી નીકળતો રિઅલ સિન છે. તેના માટે જે ગેટઅપ કરવામાં આવ્યું તેમાં રણબીર કપુરમાં રિઅલ સંજુ રાજકુમાર હિરાણીને દેખાયો. ને પછી થઈ ફિલ્મ બનાવવાની શરૂઆત. જોકે બાદમાં સંજય દત્તે જાતે જ ફિલ્મના સેટ ઉપર આવીને પણ મુલાકાત કરી હતી.

Tags:    

Similar News