એથર એનર્જીએ અમદાવાદમાં ફાસ્ટ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાનું શરૂ કર્યું

Update: 2020-11-23 13:57 GMT

અમદાવાદ, નવેમ્બર, 2020- નવેમ્બર 2020 માં એથર 450X ની ડિલિવરી શરૂ કરવાની ઘોષણા કરવા ઉપરાંત, એથર એનર્જીએ અમદાવાદમાં તેનું ફાસ્ટ  ચાર્જિંગ પબ્લિક નેટવર્ક - ધ એથર ગ્રીડ સ્થાપવાનું શરૂ કર્યું. શહેરના ચોકલેટ રૂમ કાફે, સંગીતા મોબાઈલ્સ અને લિટલ ઈટાલી જેવા મુખ્ય હોટસ્પોટસમાં ચાર્જિંગ પોઈન્ટ્સની સ્થાપના પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.

ફેઝ- 1ના ભાગ રૂપે, આ દિવાળી શરૂ થતાં, એથર 450Xની ડિલિવરી પહેલાં, 5- 10 ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટ્સ લગાવવામાં આવશે. એથર એનર્જી કેફે, રેસ્ટોરન્ટ્સ, ટેક પાર્ક્સ, મોલ્સ અને જિમ સહીત આ જ પ્રકારના પ્રોગ્રેસિવ હોસ્ટ્સ સાથે પાર્ટનરશીપ કરવાનું ચાલું રાખશે, જે ઈવી ઓનર્સની સરળ પહોંચ, રેન્જની ચિંતાને રોકવા, અને અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં સરળતા પ્રદાન કરી શકે છે.

અમદાવાદ, બેંગ્લુરુ અને ચેન્નાઈ બાદ પ્રથમ કેટલાંક શહેરોમાંથી એક છે, જેની પાસે એથર એનર્જીનું ફાસ્ટ ચાર્જિંગ સાર્વજનિક નેટવર્ક છે. એથર ગ્રીડ પોઈન્ટનો ઉપયોગ દરેક ઈલેક્ટ્રિક ટૂ- વ્હિલર્સ અને ઈલેક્ટ્રિક ફોર- વ્હિલર્સ દ્વારા કરવામાં આવી શકે છે અને આ સુવિધા 2020માં દરેકને ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવી રહી છે. અન્ય શહેરો- પુણે અને હૈદરાબાદમાં પણ એથર ગ્રિડની સ્થાપના શરૂ થઈ ગઈ છે, અને આ પછી દિલ્હી, મુંબઈ, કોચી, કોલકાત્તા, કોઝિકોડ અને કોઈમ્બતૂર છે.

ચાર્જિંગ નેટવર્કની સ્થાપના સાથે, એથર એનર્જી આધિકારિક રૂપથી અમદાવાદના માર્કેટમાં પ્રવેશ કરી રહેલ છે. એથર ગ્રિડ બાદ, શહેરમાં જલ્દી જ એક એક્સપિરિયન્સ સેન્ટર- એથર સ્પેસ હશે. આ વચ્ચે, કન્ઝ્યુમર્સ એથર 450Xને વેબસાઈટના માધ્યમથી પ્રી- ઓર્ડર કરી શકે છે અને ડિલિવરી નવેમ્બર 2020થી શરૂ થશે.

ચાર્જિંગ નેટવર્ક એથર ગ્રિડ એપ દ્વારા સપોર્ટેડ છે જે દરેક ઈવી ઓનર્સને રિયલ- ટાઈમમાં નજીકના ચાર્જિંગ સ્ટેશનોની અવેલેબિલીટીની ઓળખ કરવા અને ચેક કરવાની અનુમતિ આપે છે. એથર એનર્જીએ માર્ચ 2021 સુધીમાં દેશમાં 150 ચાર્જિંગ પોઈન્ટ સેટ કરવાના લક્ષ્યાંકમાં વધારો કર્યો છે.

Tags:    

Similar News