રાજયસભાના સાંસદ અહમદ પટેલે મેડીકલ સાધનો માટે એક કરોડ રૂપિયા ફાળવ્યા 

Update: 2020-03-26 12:14 GMT

સમગ્ર દેશમાં કોરોના વાયરસની બિમારી ભરડો લઇ રહી છે ત્યારે દર્દીઓને યોગ્ય સારવાર મળે અને તેઓ ઝડપથી સાજા થાય તે માટે હોસ્પિટલોમાં અદ્યતન સાધનો વસાવવાની જરૂરીયાત ઉભી થઇ છે. આવા સંજોગોમાં રાજયસભાના સાંસદ અહમદ પટેલે તેમની ગ્રાંટમાંથી મેડીકલ સાધનો માટે એક કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

ભરૂચ કલેકટરને સંબોધીને લખેલા પત્રમાં સાંસદ અહમદ પટેલે જણાવ્યું છે કે, સંસદ સભ્યની સ્થાનિક વિકાસ કામોની સને 2020-2021ની ગ્રાંટમાંથી સરકારી હોસ્પિટલોમાં કોવીડ-19ના ટેસ્ટીંગ, સ્ક્રીનીંગના સાધનો, વેલન્ટીનેટર તેમજ અન્ય સામગ્રી માટે એક કરોડ રૂપિયાની ફાળવણી કરું છે. જેમાં ભરૂચ જીલ્લા માટે 40 લાખ રૂપિયા, નર્મદા જિલ્લા માટે 20 લાખ રૂપિયા, ડાંગ જિલ્લા માટે 10 લાખ રૂપિયા, તાપી જિલ્લા માટે 15 લાખ રૂપિયા અને વલસાડ જિલ્લા માટે 15 લાખ રૂપિયાનો સમાવેશ થવા જાય છે.

Similar News