અમદાવાદ : AAPની સભામાં મંજુરી કરતાં વધુ લોકો થયાં ભેગા, જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

Update: 2021-01-04 09:38 GMT

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આમ આદમી પાર્ટી પર ઉમેદવારો ઉભા રાખવા જઇ રહી છે. રવિવારના રોજ દિલ્હીથી આવેલાં આપના ધારાસભ્ય આતિશીની હાજરીમાં સભા યોજાઇ હતી. જેમાં મંજુરી કરતાં વધારે લોકો હાજર રહેતાં પોલીસે એકશનનમાં આવી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ સહિત ત્રણ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

Full View

રવિવારના રોજ અમદાવાદમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઇ હતી. જેમાં પાર્ટીના નેતા આતિશી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને અન્ય હોદેદારો ઉપસ્થિત રહયા હતાં. આ સભામાં મંજૂરી કરતા વધારે લોકો ભેગા થઇ જતા પોલીસનો કાફલો સભાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે દખલગીરી કરતાં કાર્યકરો ઉશ્કેરાયાં હતાં અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. તેમણે સરકાર અને પોલીસ વિરુદ્ધ ભારે સુત્રોચાર કર્યા હતા અને માસ્ક વગર ફરતા હતા ત્યારે આજે યુનિવર્સીટી પોલીસે શહેર પ્રમુખ સહીત 3 સામે ગુન્હો નોંધ્યો છે

યુનિવર્સીટી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું, કે ગોપાલ ઇટાલિયાને નિયમોનું પાલન કરી જેટલી સંખ્યાની મંજુરી અપાઈ હતી પણ તેનાથી વધુ લોકો એકત્ર થયાં હતાં. વધારાના લોકોને સભા સ્થળ છોડી જવા સુચના આપવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે તેમણે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર પોલીસ અને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો શરૂ કર્યા હતાં. વધારાના લોકો પોલીસ સાથે ધકકામુકકી કરી સભામાં પ્રવેશી ગયાં હતાં. ભાજપની સભામાં ભીડ થતી હોવા છતાં સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી જયારે વિપક્ષી પાર્ટીના નેતાઓ સામે દ્રેષભાવથી ફરિયાદ નોંધાતી હોવાનો આક્ષેપ આપના આગેવાનોએ કર્યો હતો.

Tags:    

Similar News