અમદાવાદ : મહાત્મા મંદિર ખાતે આવતીકાલે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે CM રૂપાણીના હસ્તે મહિલાઓને ચેક વિતરણ કરાશે
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહાત્મા મંદિર ખાતે આવતીકાલે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે.
આ અંગે માહિતી આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ.આઇ.સી. સાથે એમ.ઓ.યુ. કરાશે અને આ યોજના અંતર્ગત એલ.આઇ.સી.ને ૨૨ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાશે. આ ઉપરાંત, રાજ્યવ્યાપી ડી.બી.ટી. પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનના ચુકવણાનો પણ પ્રારંભ કરાશે. આ ઉપરાંત જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ચિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોન્ચિંગ કરાશે.