અમદાવાદ : વડાપ્રધાનની ભત્રીજીએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી

Update: 2021-02-03 07:16 GMT

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જય રહી છે. ત્યારે રાજકીય પક્ષોની ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં અનેક લોકો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. જેને લઈને અમદાવાદ મગહનગર પાલિકાની ચૂંટણી લડવા હેતુ બોડકદેવ વોર્ડમાંથી પ્રધાનમંત્રી મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ દાવેદારી નોંધાવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ માટે સોનલ મોદીએ પોતાની ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. સોનલ મોદીએ અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી દાવેદારી નોંધાવી છે. સોનલ વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીની દીકરી છે. તેણે બી.કોમ સુધી નો અભ્યાસ કરેલો છે અને હાલમાં તે ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરે છે. ભાજપ દ્વારા આ વખતે નવો નિયમ લાવવામાં આવ્યો છે કે પક્ષમાં કોઈપણ નેતાના સબંધી ને ટિકિટ આપવામાં નહીં આવે ત્યારે સોનલ મોદી એ વડા પ્રધાનની ભત્રીજી છે તો જોવું રહેશે તેને ટિકિટ આપવામાં આવશે કે કેમ? પરંતુ સોનલ મોદીએ દાવો કર્યો છે કે તે છેલ્લે ક્યારે વડા પ્રધાન ને મળ્યા હતા તે યાદ નથી. તેમને દાવેદારી વડા પ્રધાનની ભત્રીજી તરીકે નથી કરી પરંતુ એક ભારતના નાગરિક તરીકે કરી છે. રાજનીતિમાં આવી લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે વર્ષોથી ભાજપમાં કર્યકર્તા તરીકે કામ કરે છે.

Tags:    

Similar News