અમદાવાદ : શિવરંજની બ્રિજ પરથી પસાર થતી હતી કાર, પાછળથી આવ્યું ડમ્પર, જુઓ પછી શું થયું

Update: 2020-10-10 11:31 GMT

અમદાવાદના શિવરાજની બ્રિજ પરથી પસાર થઇ રહેલી કારને પાછળથી આવેલાં ડમ્પરે ટકકર મારતાં અકસ્માત થયો હતો. અકસ્માત ભયંકર હતો પણ સદનસીબે કારચાલકનો બચાવ થયો હતો.

સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહયા છો તે અમદાવાદના શિવરંજનની બ્રિજના છે. સવારે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. દ્રશ્યો જોતા તમને એવું લાગે કે કાર ચાલક ને ગંભીર ઈજાઓ પહોંચી હશે પરંતુ કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. કાર ચાલક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પુરઝડપે ડમ્પપર ચાલક આવ્યો અને કારણે પહેલા પાછળથી ટક્કર મારી અને કાર આખી ડમ્પરની આગળ આવી ગઈ હતી. શિવરંજની બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણકે જો કાર ચાલકની જગ્યાએ જો કોઈ બાઈક ચાલક હોય તો પરિણામ કંઈક અલગ જોવા મળત? અમદાવાદમાં ભારે વાહનો પર સવારે 8 વાગ્યા બાદ પ્રવેશ પર પ્રતિબંધ છે. તો આ ડમ્પર ચાલક શિવરંજની જેવા ભરચક વિસ્તારમાંઆવ્યું કેવી રીતના ક્યાંથી? અને આવ્યું તો કેમ કોઈ જગ્યાએ પોલીસને નજરમાં ન આવ્યું તેવી ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે.

Tags:    

Similar News