અમદાવાદ : રાજયના પ્રભારી રાજીવ સાતવે પ્રદેશ હોદ્દેદારો સાથે યોજી બેઠક, જુઓ કોણ છે ટીકીટના દાવેદારો

Update: 2020-09-29 10:30 GMT

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે નવેમ્બરના રોજ યોજાનારી ચુંટણીને અનુલક્ષી કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજયના પ્રભારી રાજીવ સાતવે ઉમેદવારો સંદર્ભમાં પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત વિધાનસભા પેટા ચુંટણી તૈયારીના ભાગરૂપે કોંગ્રેસમાં બેઠકોના દોર શરુ થઈ ગયો છે. તમામ બેઠકોના નિરીક્ષકો સાથે પ્રભારી રાજીવ સાતવે બેઠકો કરી હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, વિપક્ષના નેતા શૈલેષ પરમાર સહિતના ટોચના નેતાઓ હાજર રહયાં હતાં. રાજયસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં બાદ આ બેઠકો માટે નવેમ્બર માસમાં પેટા ચુંટણી યોજાવા જઇ રહી છે. ગઢડા બેઠક પર ૨૫ થી વધુ નેતાઓ ગઢડા બેઠક માટે દાવેદારી કરી છે. અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો ધારી બેઠક પર સુરેશ કોટડીયા, પ્રદીપ કોટડિયા અને જેનીબેન વિરજીભાઈ ઠુંમર જયારે મોરબી બેઠક ઉપર જયંતિભાઈ જ્યરાજ પટેલ,કિશોર ચીખલીયા, મનોજ પનારાના નામો ચર્ચામાં ચાલી રહયાં છે. લીંબડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો કલ્પનાબેન ધોલીયા ચેતનભાઈ ખાચર, ભગીરથસિંહ રાણાના નામો ચાલી રહયાં છે. ગઢડા વિધાનસભા બેઠક પર મોહનભાઈ સોલંકી, મુકેશભાઈ શ્રીમાલી,જગદીશ ચાવડા, વશરામ સાગઠીયા હોટ ફેવરીટ ગણાય રહયાં છે. કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠક વીસનજી પાંચાલીનું નામ ચાલી રહયું છે. રાજયના પ્રભારી રાજીવ સાતવે તમામ 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીતશે તેવો દાવો કર્યો છે.

Tags:    

Similar News