અમદાવાદ: કોરોનાના કેસોની સંખ્યાએ ફરી ગતિ પકડી; માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહી

દિવાળીના તહેવારમાં સરકાર દ્વારા જે પ્રમાણે છૂટછાટ આપવામાં આવી અને લોકો બેખોફ બન્યા હતા.

Update: 2021-11-14 06:34 GMT

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

દિવાળીના તહેવારમાં સરકાર દ્વારા જે પ્રમાણે છૂટછાટ આપવામાં આવી અને લોકો બેખોફ બન્યા હતા. પર્યટન સ્થળો હોય કે બજારો તમામ જગ્યા પર મોટાભાગના લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન ન કરતાં જણાઈ રહ્યા હતા. લોકો જાણે માનવા લાગ્યા હતા કે કોરોના હવે જતો રહ્યો છે, તેમ માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું હતું. જોકે, હવે દિવાળી બાદ કોરોના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે કેસ વધતા હવે પોલીસ તંત્રએ પણ ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી પોલીસે ફરીથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.

Tags:    

Similar News