અમદાવાદ : અનેક ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી પોલીસ ગિરફતમાં, જાણો અત્યાર સુધી કેટલા ગુનાને આપ્યો અંજામ

આંતર રાજ્ય અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચરિંગના અનેક ગુનામાં સંડોવાયેલ તેમજ ચેઇન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો..

Update: 2022-03-23 09:08 GMT

અમદાવાદ શહેર સહિત આંતર રાજ્ય અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચરિંગના અનેક ગુનામાં સંડોવાયેલ તેમજ ચેઇન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો..

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરી એક વાર પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયેલ આરોપી ઉમેશ ખટિકને પકડી પાડયો છે. આરોપીને થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે પકડીને નારોલ પોલીસને સોંપ્યો હતો પરંતુ આરોપી નારોલ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો જોકે આરોપી અલગ અલગ રીતે છુપાઈને રહી રહ્યો હતો.આરોપી પોલીસથી બચવા પેહલા 15 દિવસ રાજસ્થાન જતો રહ્યો હતો.આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી સામે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ દાખલ થઇ છે.

આરોપી સામે ચોરી અને ચેઈન સ્નેચિંગના અનેક ગુનાઓ દાખલ થયા છે. આરોપી ફ્લાઈટમાં તેલંગાણા અને કર્ણાટકમાં જઈને ચેઈન સ્નેચિંગ કરીને પરત ફ્લાઈટમાં આવી જતો હતો.અમદાવાદ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 30થી વધુ ગુનાઓ દાખલ થયા છે.

Tags:    

Similar News