અમદાવાદથી અયોધ્યા “આસ્થા સ્પેશિયલ ટ્રેન” શરૂ, રામલલ્લાના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.

Update: 2024-02-08 08:59 GMT

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતેથી અયોધ્યા જતી 1,400 શ્રદ્ધાળુઓ સાથેની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. તેવામાં શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા ખાતે જઈ શકે તે હેતુથી અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાબરમતી રેલ્વે સ્ટેશન સૌપથમ પહેલા શ્રીફળ વધેરી આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1,400 જેટલા શ્રદ્ધાળુઓ અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. તો બીજી તરફ, અયોધ્યા જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સાબરમતી રેલ્વે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News