અમરેલી: LCBની ટીમે ૩૧ મોટર સાયકલ સાથે વાહન ચોરી કરતી ગેંગની કરી ધરપકડ

Update: 2019-03-25 12:03 GMT

એક તરફથી અમરેલીમા ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે. તો બિજી તરફ અમરેલી પોલીસે મોટર સાયકલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. ત્યારે અમરેલી પોલીસે એક, બે નહી પરંતુ ૩૧ મોટર સાયકલ સાથે ટોળકીને ઝડપી પાડી છે.

અમરેલી એલ.સી.બીની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામની સીમમાં આવેલ વાડીએથી મોટર સાયકલ ચોરીઓ કરતી ટોળકીના સક્રિય છ સભ્યોને બુલેટ, એક્ટીવા, સ્પ્લેન્ડર સહિત કુલ ૩૧ મોટર સાયકલો સાથે પકડી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા આરોપીઓએ વાહનો રાજકોટ શહેર તથા બોટાદ જીલ્લાઓમાંથી ચોરી કરેલ છે.

પકડાયેલ ઇસમો છેલ્લા ત્રણ વર્ષથી ચોરી કરવાની ટોળકી બનાવી જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કીંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઇ રહેણાંક મકાન બહાર મોટર સાયકલ પાર્ક કરેલ હોય તેવી મોટર સાયકલોને નિશાન બનાવી ચોરી કરતા હતા.

તેમજ કોઇ જગ્યાએ કોઇ રહેણાંક બહારથી મોટર સાયકલ ચોરવાનુ હોય ત્યાં ઘર માલિક ઘર બહાર આવી ન જાય તે માટે તેવા મકાનની બહારની સ્ટોપર/આલ્ડ્રાફ બંધ કરી, ડુપ્લીકેટ ચાવી લગાડી મો.સા.ની ચોરી કરવાના ઇરાદે અવરોધ ઉભો કરી મોટર સાયકલ ચોરી કરી લઇ જતા હતાં. અને ચોરીના મોટર સાયકલોની ડુપ્લીકેટ આર.સી.બુક બનાવી, ખોટી અને બનાવટી આર.સી.બુકને સાચી બતાવી તેમજ ચોરીની મોટર સાયકલો બેન્ક લોનના હપ્તા નહી ભરનારની સીઝ કરેલી અને હરરાજીમાંથી મેળવેલ હોવાનુ ખરીદદારને જણાવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના હેતુથી મેળવવાના ઇરાદાથી ચોરી કરતાં હતાં.

Tags:    

Similar News