આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓને રાહતદરે વસ્તુઓ મળી રહે તેવો પોલીસ મૉલ શરૂ કરાયો

Update: 2020-10-04 03:18 GMT

દિવસ રાત કામ કરતાં પોલીસ કર્મચારીઓને રોજ બરોજની ચીજ વસ્તુઓ બજાર કરતાં થોડા ઓછા ભાવે મળી રહે, તેવા આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ શોપીંગ મૉલ શરૂ કરાયો.

આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રાહત દરે ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી શકે તે માટે પોલીસ મોલ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને બજાર કરતા ૧૫ થી ૨૦ ટકા જેટલા રાહત દરે જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના આશયથી આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટ્સ ખાતે પોલીસ મોલ શરૂ કરવામાં આવ્યો છે.

આ મોલનુ ઉદ્ઘાટન અમદાવાદ રેન્જ આઇ.જી.પી કેસરી સિંહ ભાટીના હસ્તે કરવામાં આવ્યું હતું. પોલીસ મોલના ઉદ્ઘાટન પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા જિલ્લાના ધારાસભ્યો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News