અંકલેશ્વર પંથકમાં વરસાદથી પરવળના પાકને વ્યાપક નુકશાન

Update: 2019-08-04 11:13 GMT

અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદના કારણે પરવળ સહિતના ખેતીના પાકોને વ્યાપક નુકશાનના અહેવાલ સાંપડી રહયાં છે. ખેતરોમાં વેલ માટે તૈયાર કરાયેલા માંડવાઓ પાણીમાં ખેંચાઇ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ લગાવાઇ રહયો છે.

અંકલેશ્વર તાલુકામાં પરવળની ખેતી કરતાં અનેક ખેડૂતો છે. પરવળ માટે ખેતરોમાં લાકડા અને તારમાંથી તૈયાર થતાં માંડવા બાંધવામાં આવે છે અને તેના પર પરવળની વેલ થતી હોય છે. બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે આમલાખાડીના પાણી ફરી વળતાં પરવળ સહિતના ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. આકાશમાંથી વરસી રહેલી આફતથી ખેડૂતોને લાખો રૂપિયાનો ફટકો પડયો છે.

 

Tags:    

Similar News