અંકલેશ્વર ના સરદાર પાર્ક શોપીંગ નું દબાણ તોડી પાડતું Gidc નોટિફાઇડ એરીયા
શોપીંગ બહાર ગેરકાયદે કરાયું હતું દબાણ
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરના દુકાનધારકો દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણોના પગલે સમગ્ર વિસ્તારના લોકોને હાલાકી પડતી હતી.જેની વારંવારની ફરિયાદો થતા આખરે GIDC નોટિફાઈડ એરિયા ટીમ દ્વારા આને મોડી સાંજે પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી સાથે આવી દુકાનધારકોના દબાણો તોડી પાડવાની શરૂઆત કરતા દુકાનધારકોમાં રોષ ફેલાયો હતો.
[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="68108,68109,68110,68111,68112,68113,68114"]
આ અંગે મુલાકાત દરમિયાન GIDC નોટિફાઈડ એરીયા ના માજી ચેરમેન હિંમત સેલડીયાએ જણાવ્યું કે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં કરાયેલા તમામ ગેરકાદેસરના બાંધકામો તોડી પાડવાની અમે શરૂઆત કરી છે જે તમામ વિતારોમાં કરાશે. તેમાં કોઈ શેહશરમ રાખવામાં નહીં આવેનું જણાવ્યું હતું.