અંકલેશ્વર : ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં!

Update: 2021-02-19 05:34 GMT

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાના નુકશાનીનો અંદાજો છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કેમિકલ કંપની ક્રોપ લાઈફ સાયન્સમાં રાત્રિના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. ટૂંક સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે 6 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે કંપનીનો સામાન બળી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આ આગ ક્યા કારણોસર લાગી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર જીઆઇડીસી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. અહીં સેંકડોની સંખ્યામાં કેમિકલ ઉદ્યોગો તેમજ ફેક્ટરીઓ ધમધમે છે. જેમાં અવાર નવાર આગ લાગવાનો બનાવો સામે આવતા રહે છે. ઘણીવાર મોટી જાનહાનિનું નુકશાન પણ ભોગવવું પડતું હોય છે. જો કે હાલ તો ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની માહિતી સાંપડી નથી.

Tags:    

Similar News