અંકલેશ્વર: જવેલર્સની દુકાનમાં બંગડીની ચોરી કરતી ત્રણ મહિલાઓ સીસીટીવીમાં કેદ; પોલીસે કરી અટકાયત

Update: 2021-03-10 12:39 GMT

અંકલેશ્વરનાં જવેલર્સ દુકાનમાં ખરીદી કરવા આવેલ એક મહિલાની સોનાની બંગડીઓ અન્ય ત્રણ જેટલી મહિલાઓએ નજર ચૂકવી ચોરી કરી લઇ જઇ ફરાર થતા મામલો અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યા હતો.

અંકલેશ્વરમાં ચૌટા નાકા વિસ્તારમાં આવેલ મારૂતિ જ્વેલર્સમાં ખરીદી કરવા આવેલા એક મહિલાની સોનાની બંગડીઓ અન્ય ત્રણ જેટલી આવેલી મહિલાઓએ નજર ચૂકવી ચોરી કરીને ફરાર થતાં ત્યાર બાદ મામલો પઓલિસ મથકે પહોંચતા અંકલેશ્વર શહેર પોલીસે મારુતિ જવેલર્સ ખાતે પહોંચી જઈ જવેલર્સમાં લાગેલ સીસીટીવી કેમેરાનાં ફૂટેજની તપાસ કરતા તેમાં ત્રણ જેટલી મહિલાઓ નજરે પડી હતી જેઓ ખરીદીનાં બહાને જવેલર્સમાં આવી હતી અને ત્યારબાદ અન્ય એક મહિલા કે જે પણ ખરીદીમાં મશગુલ હોય તેની નજર ચૂકવી તેની સોનાની બંગડીઓ બાજુમાં બેસેલ મહિલાએ સાતીરતા પૂર્વક ચોરી કરી ફરાર થઇ જવા પામી હતી. ચોરી કરવા આવેલ મહિલાઓની તમામ કરતૂટ જવેલર્સમાં લાગેલ સીસીટીવીમાં કેદ થતા અંકલેશ્વર શહેર પોલીસે મામલે ત્રણ જેટલી મહિલાઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 

Tags:    

Similar News