ભરૂચ : દિલ્હી વિધાન સભામાં AAPની જીત બદલ જંબુસર ખાતે કરાઇ ભવ્ય ઉજવણી

Update: 2020-02-11 12:10 GMT

દિલ્હી વિધાન સભામાં

આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બદલ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા

ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી.

દેશભરમાં CCA અને NCRને લઈને એક તરફ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે ધર્મની રાજનીતિને લોકોએ નકારી હોય તેમ લાગી રહ્યું છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત મળતા ભરૂચ જિલ્લાના જંબુસર ગામમાં એસ.ટી.

ડેપો સર્કલ નજીક મુસ્લિમ બિરાદરોએ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી. દિલ્હીમાં આમ

આદમી પાર્ટીની ભવ્ય જીત બદલ જંબુસર નગરપાલિકા માજી પ્રમુખ, નગરસેવકો, સામાજિક કાર્યકર્તાઓ સહીત મોટી

સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Tags:    

Similar News