ભરૂચ : ઈદના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુ નબીપુર પોલીસ મથકે યોજાઇ શાંતિ સમિતિની બેઠક

Update: 2020-07-25 12:53 GMT

મુસ્લિમ સંપ્રદાયના આગામી ઈદુલ અઝહાના પર્વ પ્રસંગે ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથક ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમિરાજસિંહ જે. રાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે આગામી ઈદનું પર્વ સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ખાસ અનુરોધ કર્યો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ અન્ય જે નિયમો મુજબ ઈદની ઉજવણી કરવા અનુરોધ કરાયો હતો. ઈદનું પવિત્ર પર્વ કોમી એખલાસ, સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા તેમજ કોઇપણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

નબીપુર પોલીસ મથક ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર,‌ ઝનોર, બંબુસર, લુવારા, ઝંઘાર, માંચ, સિતપોણ સહિત હિંગલ્લા ગામના મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠક દરમ્યાન ઉપસ્થિત તમામ લોકોએ સહયોગ સાથે પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

Tags:    

Similar News