ભરૂચ : સાંસદ અહમદ પટેલની પુત્રી મુમતાઝે ભરૂચ સાથેના સંસ્મરણો વાગોળ્યાં, જુઓ ગોલ્ડનબ્રિજને કેમ કર્યો યાદ

Update: 2020-12-21 10:56 GMT

ભરૂચના પનોતા પુત્ર અને રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલ આપણી વચ્ચે નથી રહયાં પણ તેમની યાદો હજી જીવંત છે. દેશના રાજકારણના મહારથી ગણાતાં સાંસદ અહમદ પટેલની પ્રાર્થનાસભા સોમવારના રોજ ભરૂચના રોટરી કલબ હોલ ખાતે યોજવામાં આવી હતી.

ભારતના રાજકારણમાં ઉંચુ કદ અને સ્થાન ધરાવતાં રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલનું કોરનાના કારણે નિધન થયું છે. તેમના નિધનથી કોંગ્રેસ પાર્ટીને ન પુરાય તેવી ખોટ પડી છે. ભરૂચ શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સોમવારે શહેરના સ્ટેશન રોડ પર આવેલાં રોટરી હોલ ખાતે પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના આગેવાનો તથા વિવિધ સંસ્થાઓ અને યુનિયનોના અગ્રણીઓ તથા નાગરિકોએ સાંસદ અહમદ પટેલની તસવીર સમક્ષ પુષ્પો અર્પણ કરી તેમને કરેલાં કાર્યોને યાદ કર્યા હતાં. આ પ્રસંગે સાંસદ અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ હાજર રહયાં હતાં.

તેમણે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તેમના પિતા ભરૂચની બેઠક જીતી સૌ પ્રથમ દિલ્હી પહોંચ્યાં હતાં. તેમના પિતાજી જયારે ઓગષ્ટક્રાંતિમાં ભરૂચ આવતાં ત્યારે તેમને આવકારવા સ્ટેશન પર લોકોની ભીડ જામતી હતી. પિતા કામમાં વ્યસ્ત રહેતાં ત્યારે અમે રેલવે સ્ટેશન પર આવેલાં બુક સ્ટોલ્સમાંથી કોમીકસ ખરીદવામાં સમય વીતાવતાં હતાં. મુમતાઝ પટેલે ભરૂચના ગોલ્ડનબ્રિજનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તેઓ ડ્રાયવીંગ કરતાં ગોલ્ડનબ્રિજ પરથી શીખ્યાં હતાં.

Tags:    

Similar News