ભરૂચ : 31 ઓકટોબરના રોજ ઘરે બેઠા કરો શરદ પુર્ણિમાની ઉજવણી, જુઓ કેવી રીતે

Update: 2020-10-25 10:59 GMT

કોરોના વાયરસના કારણે કાર્યક્રમો અને તહેવારોની ઉજવણી સિમિત બની છે ત્યારે આગામી 31મી ઓકટોબરના રોજ શરદપુર્ણિમાની લોકો ઘરે બેઠા ઉજવણી કરી શકે તેવું આયોજન રોટરી કલબ દ્વારા કરવામાં આવ્યું છે.

રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા રોટરી કલબ ઓફ દહેજના સંયુકત ઉપક્રમે 31મી ઓકટોબરના રોજ દાંડીયારાસ નામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીના ફેસબુક પેજ પર કલાકારો લાઇવ પરફોર્મન્સ આપશે. ગાયક કલાકારો અને સંગીતકારો સાથે નૃત્યકારો પણ ભાગ લેશે જે ગરબાના વિવિધ સ્ટેપ્સ શીખવાડશે. રોટરી કલબની બંને શાખાના પ્રમુખ અને ઇવેન્ટ ચેરમેન હાજર રહીને સંબોધન કરશે. કાર્યક્રમનો પ્રારંભ રાત્રિના 8 વાગ્યાથી થશે. આમ તમે ઘરેબેઠા જ શરદપુર્ણિમાની ઉજવણી કરી શકશો. આ કાર્યક્રમના ડીજીટલ મીડીયા પાર્ટનર તરીકે કનેકટ ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. 

Tags:    

Similar News