ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે MBBSના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, 150 વિદ્યાર્થીઓની ઓથ સેરેમની યોજાઇ

Update: 2021-02-16 12:34 GMT

ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, ભરૂચ દ્વારા મંગળવારના રોજથી MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યભરમાં કોરોનાના કાળ દરમ્યાન છેલ્લા ઘણા સમયથી શાળા-કોલેજ સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તો સાથે જ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને સરકારની ગાઈડલાઇનના નિયમ સાથે શરૂ પણ કરવામાં આવી છે, ત્યારે ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલ સ્થિત ડોક્ટર કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ જે લગભગ એક મહિનાથી પણ વધુ સમય માટે બંધ હતી, જેને મંગળવારથી MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે પુનઃ રાબેતા મુજબ કરવામાં આવી છે. જે અંતર્ગત આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ માટે ઓરિએંટેશન પોગ્રામ તથા વ્હાઇટ કોટ સેરેમ તેમજ ઓથ સેરેમની યોજવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વડા ડિન ડો. જેરામ પરમાર, એડિશનલ ડિન ડોક્ટર નરેદ્ર પાઠક, ડોક્ટર જગદીશ સોની ઉપરાંત મેનેજમેન્ટ તરફથી ડોક્ટર મિતેશ શાહ સહિત 60થી વધુ ટીચિંગ ફેકલ્ટીઝ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News