ભરૂચ: ઉમેદવારી પત્રો ભરતી વખતે કોરોનાની ગાઈડ લાઇનના ધજાગરા, જુઓ પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલાએ કેવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો

Update: 2021-02-12 12:28 GMT

ભરૂચમાં આજે ઉમેદવારીપત્રો ભરવા માટે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ઉમેદવારો સાથે કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડ્યા હતા ત્યારે કોવિડ 19ની ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થયો હતો દો ગજની દૂરી તો દૂર દૂર સુધી દેખાઈ ન હતી તો માસ્ક પહેરવાના નામે નેતાઓએ બહાના બનાવ્યા હતા.

આ છે શિસ્તબધ્ધ ગણાતી ભારતીય જાનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો, સરકારની દરેક યોજના લોકો સુધી પહોચાડવાના હમેશા બણગાં ફૂંકતા આ કાર્યકરો સરકારે વૈશ્વિક મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા કોવિડ ગાઈડ લાઇનનું પાલન કરવા સખત સૂચના આપી છે પરંતુ પ્રજા માટે જ આ ગાઈડ લાઇન હોય એવું લાગી રહ્યું છે . આ જે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરંતુ આ નેતાઓ અને રાજકીય પાર્ટીના કાર્યકરોને કોરોના નડે જ છે ક્યાં. અહી તેમને દો ગજ કી દૂરી દૂર દૂર સુધી ક્યાય પણ દેખાઈ છે ?

સારું છે માસ્ક તો થોડા ઘણા કાર્યકરોએ પહેરવાનું ઉચિત માન્યું છે. ચૂંટણી પંચની સૂચના પ્રમાણે ઉમેદવારી પત્રો ભરવા અધિકારીની કેબિનમાં ગણતરીના લોકો જ ગ્યાં હતા પરંતુ બહાર તો જુઓ ભાજપ અને કોંગ્રેસનો જાણે મેળો લાગ્યો છે અને કોરોનાને જાણે કહી રહ્યો છે આવ ભાઈ હવે તારી જ રાહ જોવાઈ રહી છે. આ અંગે ભરૂચ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ અને ઉમેદવાર સુરભી તમાકુવાલાને પૂછતા તેઓએ કહી દીધું હતું કે મીડિયા સાથે વાત કરવા માસ્ક કાઢ્યું છે તો શોશ્યલ ડિસ્ટન્સ કાર્યકરોના ઉત્સાહના કારણે ન જળવાયુ હોવાનું બહાનું કાઢ્યું હતું.

અરે મેડમ ચાલો તમારી વાત માન્યા કે તમે મીડિયા સાથે વાત કરો છો પણ તમારી પાછળ ઉભેલા એક પણ કાર્યકર કે ઉમેદવારે માસ્ક પહેર્યું છે ખરું ? ઉત્સાહના અતિરેકમાં આવા ધાડેધાડા ?

ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવ્યું ન હતું ત્યારે અહી એક કહેવત યાદ આવી જાય આવ ભાઈ હરખા આપણે બન્ને હરખા.

Tags:    

Similar News