ભરૂચ : ધીણોદ ગામેથી દીપડી ઝડપાય, બાળક અને વૃધ્ધા પર કર્યો હતો હુમલો

Update: 2020-02-05 11:02 GMT

અંકલેશ્વર

નજીક આવેલાં ભરણ ગામે બાળક અને વૃધ્ધા પર હુમલો કરનારી દીપડી આખરે પાંજરે પુરાય

છે. વન વિભાગે ધીણોદ ગામની સીમમાં મુકેલા પાંજરામાં પુરાયેલી દીપડીની વધુ તપાસ

કરાઇ રહી છે.

ભરૂચ અને

સુરત જિલ્લાની હદ પર આવેલાં ગામડાઓમાં દીપડાઓના વધી રહેલાં આતંકથી લોકોમાં ભય જોવા

મળી રહયો છે. થોડા સમય પહેલાં અંકલેશ્વર નજીક આવેલાં ભરણ ગામમાં દીપડાના હુમલામાં

એક બાળકનું મોત થયું હતું જયારે વૃધ્ધધાને ઇજા પહોંચી હતી. માનવભક્ષી બનેલાં

દીપડાના કારણે લોકો ઘરની બહાર નીકળતાં તથા ખેતરોમાં જતાં ગભરાઇ રહયાં છે. વન

વિભાગે દીપડાને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ પાંજરા મુકયાં હતાં.ધીણોદ ગામની

સીમમાં મુકાયેલાં પાંજરામાં દીપડી પુરાઇ હતી. આ દીપડી માનવભક્ષી છે કે કેમ તેની

તપાસ વન વિભાગે હાથ ધરી છે. આ વિસ્તારમાં હજી ત્રણથી વધારે દીપડાઓ હોવાનું અનુમાન

છે. હજી મુકત રીતે વિહરી રહેલાં દીપડાઓને ઝડપી પાડવા કવાયત ચાલી રહી છે. 

Tags:    

Similar News