ભરૂચ : જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનું વિવિધ સંસ્થાઓએ કર્યું સ્વાગત

Update: 2020-11-15 10:28 GMT

ભરૂચ જિલ્લા ભાજપના નવનિ્યુકત પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનું શહેરના વિવિધ યુવક મંડળો તરફથી અભિવાદન કરવામાં આવ્યું હતું. 

રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે ભાજપના નવા સંગઠનની રચના પર બ્રેક લાગી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં વિવિધ જિલ્લાઓ તેમજ મહાનગરોમાં નવા પ્રમુખોની વરણી કરી છે. ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે નગરપાલિકાના પુર્વ પ્રમુખ રહી ચુકેલાં મારૂતિસિંહ અટોદરીયાની વરણી કરવામાં આવી છે. ભરૂચના હાથીખાના બજારમાં વિવિધ યુવક મંડળો તરફથી મારૂતિસિંહ અટોદરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે લોકોની સમસ્યાઓનું ઝડપી નિવારણ લાવવાની ખાતરી આપી હતી.

Tags:    

Similar News