ભરૂચ : ચાર દિવસ સુધી વાહનચાલકો ફસાયા ટ્રાફિકજામમાં , હવે તંત્રની ઉડી નિંદ્રા

Update: 2020-09-26 10:51 GMT

ભરૂચની નર્મદા નદી પર આવેલાં નવા સરદારબ્રિજ પર પડી ગયેલાં ખાડાઓ આખરે તંત્રની નજરમાં આવ્યાં છે. ચાર દિવસ સુધી હજારો વાહનચાલકોએ ટ્રાફિકજામની યાતનાનો સામનો કર્યો હતો. આખરે તંત્રએ સરદાર બ્રિજ પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરી છે…..

ભરૂચના સરદારબ્રિજ પર પડી ગયેલાં મસમોટા ખાડાઓના કારણે છેલ્લા ચાર દિવસથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ચકકાજામ જોવા મળી રહયો છે. 15 કીમી સુધી વાહનોની કતાર લાગી જતાં હજારો લોકો ભારે યાતના વેઠી રહયાં છે. સરદારબ્રિજ પર પડેલા ખાડાઓ પુરવા માટે નેશનલ હાઇવે ઓથોરીટીને રજુઆત કરવામાં આવી હોવા છતાં નકકર કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ખાસ કરીને વડોદરાથી સુરત તરફ આવતી લેનમાં છેક ઝંગાર સુધી વાહનોની કતાર જોવા મળતી હતી. નેશનલ હાઇવે જામ હોવાથી રોંગ સાઇડ પર આવતાં વાહનોના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો હતો. વાહનચાલકોને ચાર ચાર દિવસ સુધી યાતના આપ્યાં બાદ આખરે નેશનલ હાઇવે ઓથોરીટીની આંખ ઉઘડી હતી. વરસાદે વિરામ લેતાંની સાથે સરદારબ્રિજ પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખાડાઓના કારણે વાહનો એકદમ ધીમી ગતિથી પસાર થતાં હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. હવે ખાડાઓ પુરવામાં આવતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ હળવો બને તેવી સંભાવના છે.

Tags:    

Similar News