ભરૂચ : એલ.સી.બી પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી અટકાયત

Update: 2020-07-03 07:16 GMT

ભરૂચ એલ.સી.બી પોલીસે બાતમીના આધારે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની માહિતી મળતા પોલીસે રેડ પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને 96 હજાર ઉપરાંતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી અનુસાર સફેદ કલરની જીજે 16 બીએન 6672માં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર હોવાની માહિતી ભરૂચ એલ.સી.બી પોલીસને મળતા પોલીસે ભોલાવની હરિદ્વાર સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબ સફેદ કલરની ફોર વહીલર ગાડીને રોકી તેમાંથી તલાશી લેતા વિદેશી દારૂના પાઉચ નંગ 960 જેની કિંમત રૂપિયા 96 હજારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બે નંગ મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર, ફોર વહીલર ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી રૂપિયા 6,06,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી કારયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags:    

Similar News