ભરૂચ : અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે 4 થી 6 જાન્યુઆરી દરમિયાન મેગા મેડીકલ કેમ્પ યોજાશે

Update: 2021-01-01 13:56 GMT

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે રાજયસભાના મરહુમ સાંસદ સ્વ. અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન તારીખ 4 થી 6 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. કેમ્પમાં કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કિડની તેમજ મૂત્રરોગ અને દાંતને ને લગતા નિષ્ણાંત તબીબો સેવાઓ આપશે.

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું મરહુમ સાંસદ અહમદ પટેલના અથાગ પ્રયાસોથી નવીનીકરણ કરવામાં આવ્યું છે જેના કારણે હજારો દર્દીઓને ઘર આંગણે નિષ્ણાંત તબીબોની સેવા મળી રહી છે. અહેમદભાઇ પટેલના સ્મરણમાં આગામી તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી દરમ્યાન હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં  એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી, જોઈન્ટ  રિપ્લેસમેન્ટ, સ્ત્રીઓના તમામ રોગો અને ઓપરેશન, દૂરબીન દ્વારા  જનરલ સર્જરી તથા યુરોલોજી - કિડની,પ્રોસ્ટેટ અને પેશાબના રોગો ની સર્જરી  વિનામુલ્યે કરી આપવામાં આવશે.

આ ઉપરાંત રેડિયોલોજી, પેથોલોજી, ઈકો કાર્ડિયોગ્રામ, ટી એમ ટી જેવી  સેવાઓ   તથા  દવાઓ રાહતદરે અપાશે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ કેમ્પ યોજાનાર છે. સરદાર પટેલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ હૃદય, હાડકા અને સાંધા, કિડની અને મૂત્રાશયના રોગોની સારવાર મફતમાં કરવામાં આવે છે.

Tags:    

Similar News