ભરૂચ: પાલિકા પ્રમુખનાં વોર્ડમાં જ કાદવ-કીચડનું સામ્રાજય, લોકો ત્રાહીમામ

Update: 2018-10-29 12:45 GMT

દશાશ્વમેઘ અંતિમ સંસ્કાર માટે જતા ડાઘુઓને કાદવ કીચડમાંથી જવની પડતી હાલાકી

ભરૂચ નગર પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે. ડ્રેનેજની કામગીરીના પગલે વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજય થઈ ગયું છે. જેના પગલે દશાશ્વમેઘ ઘાટ ખાતે જતી અંતિમયાત્રામાં જતા ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાળાનાં વોર્ડ નંબર 7માં જ દાંડીયાબજારથી દશાશ્વરમેઘ ઘાટ સ્મશાનગૃહ તરફ જવાનો રસ્તો બીસ્માર હાલતમાં છે. રસ્તો એકથી દોઢ કિલો મીટર ડ્રેનેજ લાઈનની કામગીરી માટે ખોદકામ કરી કામગીરી અધુરી છોડી દેવાતાં મુખ્યરૂટ ઉપર કાદવ-કીચડનું સામ્રાજયથી જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો તથા પ્રાથમિક શાળાએ આવન જાવન કરતાં વિદ્યાર્થી અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે.

દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે સ્મશાનયાત્રા પણ આજ કાદવ કીચડના સામ્રાજયમાંથી પસાર થઈને જતા ડાઘુઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ ઉપર જ સ્ટ્રીટ લાઈટના અભાવે કાદવ કીચડમાં રાહદારીઓ પટકાઈ રહ્યા છે. તો વાહનચાલકોના ટુ વ્હીલર વાહનો પણ કાદવ-કીચડમાં ફસાઈ જતા લોકો ભારે ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. દાંડિયાબજારથી સ્મશાન ગૃહ દશાશ્વમેઘ ઘાટ સુધીનો મુખ્યમાર્ગ દિવાળી પહેલા બનાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકો પાલિકામાં હલ્લા બોલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Tags:    

Similar News