ભરૂચ: ધોરણ 10ના વિદ્યાર્થીની ગાયકી પર લોકો ફીદા, જુઓ કેવી રીતે વધાર્યું ગૌરવ

Update: 2021-01-17 11:30 GMT

ભરૂચની એમિટી શાળાના ધો.10માં અભ્યાસ કરતા દેવ રાજેશકુમાર શુક્લએ ઓનલાઇન યોજાયેલ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં રાજ્ય સ્તરે પ્રથમ આવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

સમગ્ર રાજ્યમાં લલિત કલાને પ્રોત્સાહન આપવા ક્લા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના મહામારીનાં પગલે ઓનલાઇન સ્પર્ધા યોજાઈ હતી. એમિટી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવ રાજેશ શુક્લ હાલ સુકેતુ ઠાકરનાં માર્ગદર્શન હેઠળ સંગીતની તાલીમ લઈ રહ્યા છે. આ વિદ્યાર્થીને નાનપણથી જ સંગીતમાં રસ હોય માતાપિતા અને ગુરુ સુકેતુ ઠાકરે પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. કલાઉત્સવમાં દેવ રાજેશ શુક્લએ શાસ્ત્રીય કંઠય  સંગીત સ્પર્ધામાં ભાગ લઈ રાજ્ય સ્તરે પ્રથમ વિજેતા થયા હતાં તેમની સાથે તબલા પર ધ્રુવ જોશીએ સંગત કરી હતી. ઓનલાઇન યોજાયેલ સંગીતની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે પણ દેવ શુક્લએ   નોંધપાત્ર દેખાવ કર્યો હતો.

Tags:    

Similar News