ભરૂચ : દેશના સૌથી મોટા રેલ્વે ઇ-ટિકિટ રેકેટનો પર્દાફાશ, અંકલેશ્વરમાંથી રૂ. 7.97 કરોડની ઇ-ટિકિટ સહિત ભેજાબાજની ધરપકડ

Update: 2020-02-19 13:42 GMT

પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા અંકલેશ્વરમાંથી રૂ. 7.97 કરોડની ઇ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સૉફ્ટવેર

એન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. IRCTCની વેબસાઇટ પર 50568

યુઝર આઇડી બનાવી સૉફ્ટવેર એન્જિનિયર લાંબા અંતરની ટિકિટો કાઢી રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોને બ્લેકમાં

વેચતો હતો.

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા દેશના સૌથી મોટા ઇ-ટિકિટ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના માંગરોળમાં રહેતા 34 વર્ષીય અમિત પ્રજાપતિ નામના સૉફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડિયન રેલ્વે ટુરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશનની સાઇટ ઉપર અમિત પ્રજાપતિએ 50568 યુઝર આઇડી બનાવી IRCTC કરતાં પણ વધુ ઝડપે મલ્ટીપર્લ ટિકિટો કાઢી ઇ-ટિકિટનો વેપલો કરતો હતો. જેમાં અમિત પ્રજાપતિએ RPF સમક્ષ હવાલા દ્વારા પૈસા સ્વીકારતો હોવાની પણ કબૂલાત કરી હતી.

વેસ્ટર્ન રેલ્વેના પ્રિન્સિપાલ ચીફ સિક્યુરિટી કમિશ્નર ઈન્સ્પેકટર જનરલ એ.કે.સિંહે વિગતો આપતા જણાવ્યુ હતું કે, રેલ્વે તંત્રને એક શંકાસ્પદ એજન્ટની આઇપી એડ્રેસની ટીપ મળી હતી, જેના દ્વારા IRCTCના પોર્ટલ પર લાંબા અંતરની કન્ફોર્મ રિઝર્વેશન ટિકિટો મોટી માત્રામાં બુક કરવામાં આવી હતી. જે ટીપના આધારે RPFએ શંકાસ્પદ આઇપી એડ્રેસના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની શોધખોળ શરૂ કરી હતી. જેમાં માહિતી બહાર આવી હતી કે, આ એજન્ટે બ્રોડબેન્ડ સેવાનો ઉપયોગ કર્યો હતો. GPS દ્વારા લોકેશન ટ્રેસ કરી સૉફ્ટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની કંટ્રોલ પેનલમાં તપાસ કરતાં ચોકાવનારા 50 હજારથી વધુ યુઝર આઇડીઓ મળી આવ્યા હતા.

જેના PNR ડેટા IRCTC પાસેથી એકત્ર કરવા અંગે RPFએ કવાયત હાથ ધરી છે, ત્યારે દેશની સૌથી મોટી રૂ. 7.97 કરોડની જપ્ત કરાયેલી ઇ-ટિકિટમાં કેટલીક ટિકિટોનો ઉપયોગ થઈ ચૂકયો છે, જ્યારે 8569 ઇ-ટિકિટો જે ઉપયોગમાં લેવાઈ ન હતી. હાલ રેલ્વે વિભાગ દ્વારા તેને બ્લોક કરી જપ્ત કરવામાં આવી છે. જેની કુલ કિંમત રૂ. 2.59 કરોડ જેટલી થાય છે. કુલ 29227 ઇ-ટિકિટો આ સૉફ્ટવેર એન્જિનિયર પાસેથી અંકલેશ્વર RPFએ જપ્ત કરી ઇ-ટિકિટના આ દેશવ્યાપી વેપલામાં કોણ કોણ સંડોવાયેલું છે, તે મામલે અમિત પ્રજાપતિના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News