આમોદ : બુટલેગરને ત્યાં પોલીસની રેઇડ, પાણી ભરવાના વાસણોમાંથી મળ્યો દારૂ

આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલી હાલતમાં મળ્યો.

Update: 2022-02-27 15:47 GMT

આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલી હાલતમાં મળ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જી.કામળીયાએ ગત રાત્રી દરમિયાન બાતમીના આધારે આમોદની મેલિયાનગરી તેમજ જલારામ નગરથી ઓરખાતા વિસ્તારમા રહેતા અને લિસ્ટેડ બુટલેગર રણજીત મેલા ઠાકોર મકાનમા આમોદ પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામા આવતા ભારતીય બનાવતનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડયો હતો.

બુટલેગરો દારૂ સંતાડવા અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. ત્યારે આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ અલગ અલગ વાસણોમા મોટો જથ્થો સંતાડ્યો હતો. કુલ 1,57,920નો મુદ્દા માલ સાથે આમોદ પોલીસે એક મહિલા બુટલેગરને પોહી એક્ટ મુજબ ઝડપી પાડી હતી. અને બે આરોપીને ઝડપી પાડવા આમોદ પીએસઆઈ જે જી કામળિયાએ ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News