રાજપારડી ચાર રસ્તા પાસે હાઇવા ચાલકે એક રાહદારીને અડફેટે લેતાં સર્જાયો અકસ્માત

રાજપારડી ચાર રસ્તા પાસે હાઇવા ચાલકે એક રાહદારીને અડફેટે લેતાં સર્જાયો અકસ્માત

Update: 2022-06-19 15:37 GMT

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ સવારના સમયે એક હાઇવા ટ્રક ચાલક રાજપીપલા તરફથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે સમયે રાજપારડી ચાર રસ્તા પાસે એક ઇસમ રસ્તો ક્રોસ કરતો હતો. તે સમયે હાઇવા ચાલકે આ ઇસમને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

આ ઈસમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે લોકટોળા એકત્રિત થઇ ગયાં હતાં.

Tags:    

Similar News