અંકલેશ્વર : પ્રથમ વરસાદે જ ગડખોલ ઓવર બ્રિજનો માર્ગ ધોવાયો, ભ્રષ્ટચારના આક્ષેપ સાથે લોકોમાં રોષ

અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક નવા ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Update: 2022-07-14 12:45 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ નજીક હાલમાં જ નિર્માણ પામેલ ઓવર બ્રિજનો માર્ગ સિઝનના પ્રથમ વરસાદે જ ધોવાઈ જતાં ભ્રષ્ટચારના આક્ષેપ સાથે વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક નવા ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, બ્રિજ નિર્માણ પામ્યો છે, ત્યારથી આજદિન સુધી અહી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાનો અભાવ તો જોવા મળ્યો છે, પરંતુ વધુમાં હવે સિઝનના પ્રથમ વરસાદે જ ગડખોલ ઓવર બ્રિજનો માર્ગ ધોવાઈ જતાં અનેક વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. તકલાદી કામગીરીના કારણે ભારે વરસાદ વચ્ચે ઓવર બ્રિજના સળિયા બહાર આવી ગયા છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવર બ્રિજના કામમાં ભ્રષ્ટચાર થયો હોવાનો અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો હતો.

Tags:    

Similar News