અંકલેશ્વર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ યોજાયો...

અંકલેશ્વર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી શેઠના હોલ ખાતે સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

Update: 2023-03-18 12:12 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ શેઠના હોલ ખાતે અંકલેશ્વર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વૃદ્ધ-વડીલોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

અંકલેશ્વર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી શેઠના હોલ ખાતે સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની શારીરિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ડાયાબિટીસ, બીપી, કાર્ડિયોગ્રામ સહિતના રીપોર્ટ કાઢી જરૂરિયાતમંદો માટે વધુ સારવારની વ્યવસ્થા કરાય હતી. આ સાથે જ અલગ અલગ રોગ અંગે કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈએ સિનિયર સિટીઝનોને અન્ય કોઈપણ સમસ્યા માટે મદદની ખાતરી આપી અંકલેશ્વર પોલીસ હમેશા તેઓ સાથે હોવાનું જણાવ્યુ હતું. આ પ્રસંગે અંકલેશ્વર ડીવાયએસપી કચેરી, અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થી વૃદ્ધ-વડીલો ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વર પોલીસ તંત્રએ પણ મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Tags:    

Similar News